Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઉના માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકની સામાન્ય ચુંટણીમાં ર૬ ફોર્મ પરત ખેંચ્યાં: ર૯ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ

ઉના તા. ર૦: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી, ઉના માર્કેટીંગ યાર્ડની ૧૪ ડીરેકટરોની ચુંટણીની પ્રક્રિયા ચુંટણી અધિકારી જોષીની આગેવાની હેઠળ શરૂ થઇ હતી.

ખેડુત વિભાગની ૮ બેઠક વેપારી વિભાગની ૪ બેઠક ત્થા ખરીદ વેચાણ મંડળી વિભાગની ર બેઠક માટે કુલ પપ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ફોર્મ પરત ખેંચવાની અંતીમ તારીખે ર૬ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચાતાં ખેડુત વિભાગની ૮ બેઠક સામે ૧૭ ઉમેદવારો ત્થા વેપારી વિભાગની ૪ બેઠક સામે ૮ ઉમેદવારો ત્થા ખરીદ વેચાણ મંડળીની બે બેઠક સામે ૪ ઉમેદવારો ચુંટણી જંગમાં રહયા હતા.

આ બેઠકનું મતદાન માર્કેટીંગ યાર્ડનાં સંકુલમાં ર૬ સોમવારે યોજાશે. ખેડુત વિભાગનાં ૧ર૩૬, વેપારી વિભાગનાં ૯૦ ત્થા સહકારી ખરીદ વેચાણ વિભાગમાં ૩૦૯ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. જેની મતગણતરી તા. ર૭નાં રોજ યોજાશે.

હાલ આ યાર્ડની ૧૪ બેઠક માટે વર્તમાન માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન લાખાભાઇ ઝાલાની સહકાર પેનલ ત્થા સામે ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ મહેન્દ્રભાઇ ગટેચાની પરિવર્તન સહકાર પેનલ વચ્ચે ખરાખરીનો ચુંટણી જંગ ખેલાશે. બન્ને પેનલો યાર્ડની સતા જાળવવા ત્થા કબજો મેળવવા જોર લગાવી રહ્યા છે.

(11:41 am IST)