Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ધોરાજી શ્રી સ્વામીનારાયણ મંદિરે દ્વિતીય પાટોત્સવઃ ભવ્ય અન્નકુટ ઉત્સવ સહિત વિવિધ કાર્યક્રમો

ધોરાજી તા.૨૦: બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા દિવ્ય પ્રેરણાથી તા. રપમીએ સ્વામી નારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ જુનાગઢના વરિષ્ઠ સંતોના સાંનિધ્યમાં યોજાશે. આ શુભ પ્રસંગે સંસ્થાના વિદ્વાન સંતશ્રીઓ જેઓ દેશ-વિદેશમાં અનેક શિબીરો, સેમીનારો, પ્રવચનો દ્વારા અસ્મિતા જગાવનાર વિદ્વાન સંતશ્રીઓ પ્રવચનો આપશે આ તકે પૂજય જ્ઞાન વત્સલ સ્વામી જેઓ દૈનિક જીવનમાં તનાવ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં સહ પરિવાર લોકો પધારશે.

પાટોત્સવ મહાપૂજા વિધી સવારે ૮ થી ૯ કલાક સુધી અને ભવ્ય અન્નકુટ દર્શન બપોરે ૧૧ થી સાંજે ૭ સુધી અનેપાટોત્સવ સત્સંગ સભા સાંજે ૫ થી ૭ સુધી યોજાશે. જેમાં ધોરાજી અને આજુબાજુના લોકો સહપરિવાર પૂજય જ્ઞાન વત્સલ સ્વામી જે પૃથ્વી પર લાખો લોકો સાંભળે છે એ સ્વામી પોતાની અમૃતવાણીમાં દૈનિક જીવનમાં તનાવ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમ ધોરાજીના સ્વામીનારાયણ મંદિર જુનાગઢ રોડ રેલ્વે ફાટક પાસે પ્રમુખ સ્વામી માર્ગ ધોરાજી ખાતે રાખેલ છે. આ અંગે સાધુ કલ્યાણ મૂર્તિદાસ તથા સાધુ પ્રસન્નવદનદાસ તથા ધોરાજી સત્સંગ મંડળની યાદીમાં જણાવેલ છે.

(11:32 am IST)