Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ ત્રણ વ્યાજબી ભાવની દુકાનોને એવોર્ડ અપાશે

ઓનલાઇન, આધાર લીંકીંગ, ઇન એકટીવ લાભાર્થીની કમી બદલ આ એવોર્ડ અપાશે

સુરેન્દ્રનગર તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે. રાજેશે જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી નવાજવામાં આવશે. જેમાં ઓનલાઇન કામગીરી, આધાર અને રેશનકાર્ડ લીંકીંગ અને ઇન એકિટવ લાભાર્થીની કમી એમ ત્રણ કેડરમાં આ એવોર્ડ આપવામાં આવશે.

શ્રી કે. રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યાજબી ભાવની દુકાનના એક વેરીફાઇડ આધાર સેલની ટકાવારી શ્રેષ્ઠ હશે તેમને ઓનલાઇન, કેટેગરીમાં, જયારે જે પરવાનેદાર એક સમયમાં સૌથી વધુ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરશે તેમને આધાર લીંકીંગ અને જે પરવાનેદારો ઇન એકિટવ લાભાર્થી (મૃત્યુ પામેલ સ્થળાંતર થયેલ અથવા લગ્ન થતાં સાસરે ગયેલ હોય તેવાનું) નામ વધુમાં વધુ રદ કરશે તેમને આ એવોર્ડ આપવામાં આવશે.

આ એવોર્ડની પસંદગી કરવા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ત્રણ સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મુખ્ય નિરીક્ષકનો સમાવેશ થાય છે. આ સમિતિ ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી મુજબ દર મહિનાની પાંચ તારીખ સુધીમાં નક્કી કરશે આ શ્રેણીમાં પ્રથમ આવનારને રૂપિયા ૯૦૦, દ્વિતીયને રૂપિયા ૪૦૦ તથા ત્રીજા નંબરે આવનારને રૂપિયા ૨૦૦ રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

(10:47 am IST)