Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નર્મદા કેનાલના પાણી માટે માળીયાના ખાખરેચીમાં ખેડૂતોનું હલ્લાબોલ :કેનાલ પર ત્રણ દિ' પ્રતીક ઉપવાસ

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે ખેડૂત હિતરક્ષક સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જો ૧૯મી સુધીમાં પાણી આપવામાં નહિ આવે તો આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેથી આજ સુધી ખેડૂતોને પાણી નહિ મળતા ખેડૂતોએ રેલી સ્વરૂપે કેનાલ પર જઈને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ શરુ કર્યા છે.

ચાલુ વર્ષ દરમિયાન નહીવત વરસાદને કારણે જગતના તાતની પરિસ્થિતિ કપરી બની છે ત્યારે એક બાજુ સરકાર દ્વારા કેનાલમાં પાણી તો છોડવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર માળિયા તાલુકાના છેવાડા વિસ્તાર સુધી પહોચતું ન હોય જેથી માળિયા તાલુકાના ખેડૂતો બેહાલ થયા છે ત્યારે માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી છે

(7:13 pm IST)