Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સોમનાથમાં રાષ્ટ્રીય પોલીસ સંભારણા દિનની ઉજવણી થશે

વીરગતિને પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે : પોલીસ જવાનોના બલીદાનની સ્મૃતીમાં ૨૧ ઓક્ટોબરનો દિવસ દેશમાં પોલીસ સંભારણા દિન તરીકે ઉજવાય છે

સોમનાથ,તા.૨૦ : બહાદુર પોલીસ જવાનોના બલીદાનની સ્મૃતીમાં ૨૧ ઓક્ટોબરનો દિવસ સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવાય છે. ગીર સોમનાથ જિલ્લાના પોલીસના તમામ પોલીસ સ્ટેશનો જીલ્લા એમ.ટી.મેદાન ખાતે સવારના .૩૦ વાગ્યે ખાસ શ્રદ્ધાંજલી પરેડનું આયોજન કરેલ છે. જેમાં સપ્ટેમ્બર ૨૦૧૯થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ આમ સમગ્ર એક વર્ષ દરમીયાન જે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જવાનો પોતાના જીવનની પરવાહ કર્યાં વગર શહીદ થયાં હોય તેમજ ફરજને કારણે હિંસક બનાવો, ધરતીકંપ, હોનારત જેવાં કારણોસર ફરજ બજાવતાં મૃત્યું થયું હોય તેમની યાદ રૂપે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવશે. જીલ્લા વડા મથકે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી નાયાબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, તમામ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ ઇન્સપેક્ટરો, જીલ્લાની એસઓજી બ્રાન્ચના તથા એલસી બ્રાન્ચના અધિકારીઓ જવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 અધિકારી તરફથી સમગ્ર દેશ માટે નિયત સ્પિચનું વાંચન કરવામાં આવશે કે આજ કે દિન ભારત કે જીન પોલીસ ભાઇઓને અપને પ્રાણ સેવામેં અર્પણ કીયે ઉનકી યાદમેં શોક પ્રગટ કરતાં હું ઔર જીન પોલીસ ભાઇઓને ૨૦૨૦મેં બલીદાન દીયા હૈ, ઉનકે નામ મૈં આપકે સામને પઠકર સુનાતા હું.અને પરેડ સ્થળે ખાસ ઉભું કરાયેલ પ્રતિક શહીદ સ્મારક ઉપર સૌ પુષ્પાંજલી અર્પી જનરલ સેલ્યુટ શસ્ત્ર સલામી અને પોલીસ જવાનો બેન્ડ સાથે બ્યુગલ લાસ્ટ પોસ્ટ ઉંધી રાયફલ સાથે શોક સાથે શ્રદ્ધાંજલી આપશે.

(8:43 pm IST)