Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વરસો પછી જામનગરમાં સાંસા ગરજ (બોનેલી ગરૂડ)....

જામનગર પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. ૩૦૦ જેટલા પક્ષીઓના આવા-ગમન ધરાવતા જામનગર અને આસપાસના વિસ્તારોમાં ખિજડીયા પક્ષી અભ્યારણ, વિશાળ સમુદ્ર કિનારો સહિતના અનેક વિસ્તારોમાં દેશ-વિદેશના પક્ષીઓને આકર્ષિત કરી પક્ષીઓને અહી ખેંચી લાવે છે. ભારતના મોટાભાગના સમુદ્ર કિનારો સહિતના અનેક વિસ્તારો દેશ-વિદેશના પક્ષીઓને આકર્ષિક વિસ્તારોમાં જોવા મળતું હોય છે.મધ્યમ આકારના ગરૂડ જેવી લાંબી અને પહોળી પાંખો ધરાવતું આ પક્ષી જામનગર માટે દુલર્ભ છે. પાણી અને હવામાં ઉડતા પક્ષીઓ અને જમીન પરના નાના જીવોને ચપળતાથી ઝડપી લેવામાં માહિર આ ગરૂડ જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ ખાતે સૌ પ્રથમ વખત જોવા મળેલ અને ગરૂડ ૧પ વર્ષના સમયગાળા બાદ જામનગરના વિસ્તારોમાં જોવા મળેલ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે જે જામનગરના પક્ષીપ્રેમીઓ માટે ખુશીના સમાચાર બની રહ્યા છે.(તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(12:53 pm IST)