Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં ત્રણ દિવસે પણ અડધાથી એક ઇંચ વરસાદઃ વીજળી પડતાં યુવક અને ર ભેંસના મોત

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા તા.ર૦ : દેવભુમિ જિલ્લામાં ગત તા.૧૬-૧૦-ર૦થી શરૂ થયેલ મેઘ સવારી ગઇકાલે પણ અવિરત રહી હતી. ગઇકાલે ખંભાળિયાના કેશોદ, ભાડથર, કંડોરણા, બજાણા લાપાસર, વિ. ગામોમાં અડધાથી સવા દોઢ ઇંચ સુધી વરસાદ પડયો હતો.

સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ થતાં ખેડુતોની સ્થિતિ વિકટ થઇ હતી તો ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે વીજળી પડવાથી વાડી વિસ્તારમાં રહેતા ગોગન હરદાસ રાણીંગા ઉ.વ.૩પ નામના યુવાનનું વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. બાદમાં લાશને ખંભાળિયા હોસ્પિટલ પો. મો. માટે મોકલવામાં આવી હતી.

ખંભાળિયા તાલુકાના ઝાંઝા વિસ્તારમાં વીજળી પડવાથી બે ભેંસના મોત નીપજયા હતા.

ગઇકાલે પણ ખંભાળિયા સહિત જિલ્લાના ત્રણ તાલુકામાં ઝાપટાથી અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

(12:53 pm IST)