Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે ધોરાજી ઉપલેટા જામકંડોરણા મામલતદારની બેઠક યોજાઇ

ધોરાજીઃ નાયબ કલેકટરે ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી મામલે ધોરાજી ઉપલેટા જામકંડોરણાના મામલતદાર, સહિતના અધિકારીઓની બેઠક યોજી હતી. રાજય સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે ધોરાજી નાયબ કલેકટર જી વી મીયાણીના પ્રમુખસ્થાને ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા, સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી તૈયારીઓ અંગેની ચર્ચાઓ કરાઈ હતી.(૨૩.૫)(તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:22 am IST)