Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

બોટાદમાં દારૂના ડખ્ખામાં પત્રકારની અટકાયત બાદ છૂટકારો

બોટાદઃ બોટાદના પાળિયાદ પોલીસ મથક વિસ્તારના શીરવાણીયા ગામે  દારૂની હેરાફેરી થતી હોવાનો મેસેજ વોટસઅપ ગ્રુપમાં બોટાદ એસપીને સંબોધીને  ઝરીયા નામના વ્યકિત દ્વારા વાયરલ કરવામાં આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

આ અહેવાલ ન્યુઝ ચેનલના પત્રકારે પ્રસિદ્ધ કરતા પોલીસે બુટલેગરોને પકડવાના બદલે  પત્રકારની અટકાયત કરી હતી. આ બાબતે ઉહાપોહ થતા પોલીસે નજરકેદ કરેલા પત્રકારનો નાટકીય ઢબે છૂટકારો કરી દેવો પડયો હતો. પાળિયાદ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં બેફામ દારૂ-જુગારના હાટડાઓ ધમધમી રહ્યા છે. દારૂની બેરોકટોક હેરાફેરી થતી હોવાના અહેવાલો વોટસઅપ ગ્રુપમાં  ફરવા માડતા ચેનલ મારફત પ્રસિદ્ધ થતા પોલીસની પોલ ખુલતા ઉશ્કેરાયેલ પેોલીસ તંત્રે બુટલેગરોને ઝડપવાના બદલે  ચેનલના પત્રકાર વિજયસિંહ ચુડાસમાને નજરકેદ કરી લીધેલ હતા.

પોલીસે વધુ કોઇ ગોરખધંધાની પોલ ખુલે તે પહેલા પત્રકારને છોડી મુકવા પડયા હતા. તેમજ પોલીસની કામગીરી સંદર્ભના અહેવાલો પ્રસિદ્ધ કરવાનો બહિષ્કાર કર્યો હતો. પોલીસની ગેરવર્તુણક બદલ રોષ વ્યાપી ગયો હતો.

(12:13 pm IST)