Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

તાલાલા પાસેથી સૂરતનો શખસ રૂ. પ લાખના ચરસના જથ્થા સાથે ઝડપાયો

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગુંદરણ રોડ પરથી પોલીસે સુરતના શખસને રૂ.પ લાખના ચરસના જથ્થા સાથે ઝડપી લીધો હતો.  અને સપ્લાયર શખ્સને ઝડપવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે તાલાલા-ગુંદરણ રોડ રેલવે ફાટક પાસેથી બાઇક સાથે પસાર થતા સતીષ પીપળીયાની તલાસી લેવામાં આવતા રૂ. પ લાખની કીંમતનુ પ૦૩ ગ્રામ ચરસ મળી આવતા ધરપકકડ કરાઇ હતી.

તપાસમાં આ ચરસનો જથ્થો  સુરતના કુણાલ સીંધી નામના શખ્સે  આપ્યો હોવાનું ખુલતા કુણાલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે  વધુ તપાસ માટે સતીષ પીપળીયાને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

(12:13 pm IST)