Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મોટીગોપ પાસે ટ્રકે ૪ ભેંસને અડફેટે લીધીઃ ૧ નુ મૃત્યુ

જામનગરઃ  જામનગરમાં રહેતો પ્રતાપસિંહ ઘેલાજી જાડેજા ગઇકાલે પોતાનો ટ્રક લઇને જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર ચાલી રહેલી ચાર ભેંસોને અડફેટે લીધી હતી. એક ભેંસને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજયું હતુ. જયારે અન્ય ત્રણ ભેંસને ઇજા થવાથી  પશુ ચિકિત્સકો દ્વારા સારવાર કરાઇ હતી. ભેંસના માલીક કાનાભાઇ કરશનભાઇ આહિરે ફરિયાદ નાંેધાવી હતી. બાદ ટ્રક ચાલક નાસી  છૂટયો હતો.

(12:13 pm IST)