Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઉચડી ગામે ખૂની હુમલામાં ઘવાયેલા યુવાનનું મૃત્યુઃ બનાવ હત્યામાં પલટાયો

તળાજાઃ  તળાજાના ઉચડી ગામે રહેતા હિતેષ રમેશભાઇ કવા નામના યુવાનને ખાટલા પર બેસવા બાબતે ગામમાં રહેતા દશરથ નારૂ રાજપુત નામના શખ્સે માથામાં બોથડ પદાર્થથી હુમલો કરતા ગંભીર ઇજા થવાની  ભાવનગર બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે જે તે સમયે ખુની હુમલાનો ગુનો નોંધ્યો હતો અને હુમલાખોર દશરથ નારૂ રાજપુતની ધરપકડ કરી જેલમા ધકેલી દીધો હતો.

(12:12 pm IST)