Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોરબી જીલ્લાના ૧૮ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન

દિવાળી પૂર્વે પ્રમોશનનું ગીફ્ટ મળતા ખુશીનો માહોલ

 

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૧૮ પોલીસ કર્મચારીઓને દિવાળી પૂર્વે પ્રમોશનનું ગીફ્ટ મળ્યું છે જેથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા  ૧૮ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા નરવીરસિંહ ભીખુભા જાડેજા, રાજવીરસિંહ દિલુભા જાડેજા, દીપકસિંહ ખુમાનસિંહ વાઘેલા, ભરતકુમાર મોહનભાઈ આલ,તેજશકુમાર વેલજીભાઈ વિડજા, જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલકુમાર કિશોરભાઈ ફૂલતરીયા, વિક્રમભાઈ ઠાકરશીભાઈ શિહોરા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી ગોસ્વામી, મનહરલાલ મેરામભાઇ સદાદીયા, મહેશકુમાર હઠીભાઈ બારડ, રમેશભાઈ દેવજીભાઈ સોલંકી, મનીષકુમાર લલીતકુમાર બારૈયા, યુવરાજસિંહ હકુભા જાડેજા, મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણ, અર્જુનસિંહ લખુભા ઝાલા, મહિપાલસિંહ ગંભીરસિંહ વાળા અને જગદીશભાઈ જીવણભાઈ ડાંગર એમ ૧૮ પોલીસ કર્મચારીઓને પ્રમોશનનું ગીફ્ટ મળતા ખુશીની લહેર છવાઈ છે

(1:00 am IST)
  • છત્તીસગઢમાં બે લાખના ઈનામી સહીત 28 માઓવાદીઓને કર્યું આત્મસમર્પણ : દાંતીવાડા જિલ્લામાં ચાર ઈનામી માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી : રાયપુરથી 340 કી,મી, દૂર કટેકલ્યાણ વિસ્તારમાં સ્થાપિત ચિકપાલ પોલીસ કેમ્પમાં ઉચ્ચ પોલીસ ઓફિસરો અને સીઆરપીએફ અધિકારીઓ સમક્ષ હથિયાર હેઠા મુક્યા :આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં પલટન નંબર 22 ના સદસ્ય મંગલુ મદકમી અને કટેકલ્યાણ સ્થાનિક સંગઠનના સદસ્ય બામણ કાવાસી છે જેના માથે બે લાખનું ઇનામ હતું : એક આતંકી અને એક મહિલા માઓવાદીએ પણ સરન્ડર કર્યું access_time 12:49 am IST

  • બ્રેક્ઝિટ મામલે આજ બ્રિટિશ સંસદમાં મતદાન : 1982 ની સાલ પછી પ્રથમવાર શનિવારે સંસદનું સત્ર : બ્રિટન યુરોપીય સંઘમાં રહેશે કે નહીં તેનો ફેંસલો access_time 8:22 pm IST

  • પૃથ્વીથી ૧૪૦૦ પ્રકાશ વર્ષ દુર '' તારો'' મૃત્યુ પામી રહયો છેઃ નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપે તસ્વીરો ઝડપી access_time 4:03 pm IST