Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

લોકસભાની ચૂંટણીની તૈયારી :ભાવનગરમાં EVMનું આગમન

બેંગ્લોરથી 2,900 EVM અને 2,430 VVPAT આવ્યા :સ્ટ્રોંગરૂમમાં રખાયા

લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાવનગરમાં નવા EVMનું આગમન થયું છે. બેંગલોરથી બે હજાર 900 EVM અને બે હજાર 430 વીવીપેટ લાવવામાં આવ્યા છે. પેટીમાં લાવવામાં આવેલા ઈવીએમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જે પૈકી હજી બે હજાર 900 વીવીપેટ ટૂંક સમયમાં બેંગલોરથી લાવવામાં આવશે.

 EVMનું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ભાવનગર ખાતે જે મશીનો લાવવામાં આવ્યા છે તે મશીનોને M3 નામ આપવામાં આવ્યું છે.

(9:14 pm IST)
  • રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર યથાવત્: સ્વાઈન ફ્લૂના વધુ 27 કેસ નોંધાયા: અમદાવાદમાં 16 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. access_time 5:32 pm IST

  • ડાંગના સાપુતારાથી શામહાન નેશનલ હાઈવે પર માલેગામ ઘાટ માર્ગમાં ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ટ્રક ખાબકી :નાસિકથી રાજસ્થાન જતી હતી ટ્રક access_time 5:33 pm IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST