Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જસદણના બોધરાવદરની ખેતીની જમીન અંગે મનાઇ હુકમ ફરમાવતી અદાલત

રાજકોટ તા.૨૦: જસદણ તાલુકાના બોધરાવદર ગામના રે.સ.નં.૭૦ પૈકી ૧ ની ખેતીની જમીન અંગે કાયમી મનાઇ હુકમ તથા વિજ્ઞાપનની દાદ અંગે મનાઇ હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટના રહીશ પીયુશભાઇ રમેશભાઇ નંદાણી રણછોડનગર રાજકોટ મુકામે રહે છે. અને ખેતી તથા વેપાર કરે છે. પીયુશભાઇને ખેતીની જમીન ખરીદ કરવી હોય તેમજ આ કામના પ્રતિવાદી બાબુભાઇ દેવજીભાઇ સોરાણીને પોતાની માલીકીની ખેતીની જમીન ગુજરાત રાજયના રાજકોટ જિલ્લાના સબ ડીસ્ટ્રીકટ જસદણ તાલુકાના બોધરાવદર ગામના રે.સ.નં.૭૦ પૈકી ૧ની જેના હેકટર આરે ચો.મી. ૧-૫૩-૦૨(એકર ૩-૩૧ ગુંઠા) ની જુની શરતની જરાય પ્રકારની ખેડવાણ જમીન કે જે ''ચોપાટવાળુ'' વાળી ખેતીની જમીન વેચાણ કરવી હોય તેથી બાબુભાઇ દેવજીભાઇ સોરાણી તથા પિયુશભાઇ રમેશભાઇ નંદાણીને અનુકુળ આવતા સદરહું જમીનનો સોદો કરવાનું નક્કી કરેલ અને જમીન વેચાણ અંગેનો સોદો થયેલ, અને સમજુતી મુજબ રજીસ્ટર સાટાખત કરવાનું નક્કી થયેલ.

ત્યારબાદ પીયુશભાઇ રમેશભાઇ નંદાણીએ બાબુભાઇ દેવજીભાઇ સોરાણીને કુલ રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરાનું રજીસ્ટર સાટાખત કરાર કરી આપેલ અને તેમાં સુથી તથા અવેજ પેટે રકમ રૂ. ૫૦,૦૦૦/ અંકે રૂપિયા પચાસ હજાર પુરાનો આઇ.ડી.બી આઇ. બેંક રાજકોટ શાખાના ચેક પિયુશભાઇએ બાબુભાઇ સોરાણીને આપેલ જે રકમ તેમને મળી ગયેલ છે.

સાટાખતની કરારની શરતો મુજબનું પાલન કરેલ નથી જેથી પીયુશભાઇએ જસદણના સિવિલ જજની કોર્ટમાં કરારના પાલન અંગેનો દાવો દાલખ કરેલ અને તેની સાથે મનાઇ હુકમની અરજી કરેલ હતી.

ત્યારબાદ આ કામના પ્રતિવાદીને કોર્ટની નોટીસ બજતા કોર્ટમાં હાજર રહેલ નથી કે કોઇ જવાબ રજુ કરેલ નથી કે કરારની શરતોનું પાલન કરેલ નથી જેથી કરાર પાલન અંગેની દાદ માંગતો દાવામાં કોર્ટ કોર્ટ દાવો કરેલ અને આ કામમાં વાદી વતી એડવોકેટ રાકેશ ટી. કોઠિયાએ એવી રજુઆત કરેલ કે અમોએ આ કામના વાદીએ પ્રતિવાદીને પાર્ટ પેમેન્ટની રકમ ચેકથી ચુકવેલ છે. અને કરારની શરતો મુજબ બાકીની રકમ ચુકવવા તૈયાર હતા અને છીએ.

આ અંગે કોર્ટમાં રજુઆત કરેલ આમ રજુ થયેલ પેપર્સ તથા વાદીના વકીલની રૂબરૂ રજુઆતોને ધ્યાને લઇ અદાલતે એવો હુકમ કરેલ કે પ્રતિવાદીની માલીકીની ખેતીની જમીન અંગે સાટાખત થયેલ છ જે મુજબ અવેજની બાકી રકમ પ્રતિવાદીએ સ્વીકારી સાટાખત મુજબ વાદીને દસ્તાવેજ કરી આપવો અને વિકલ્પે કોર્ટ કમિશ્નર મારફતે સદર મિલ્કતને રજી. વેચાણ દસ્તાવેજ વાદીની તરફેણમાં પ્રતિવાદી વિરૂદ્ધ કરી આપવા હુકમ કરેલ છે.

આ કામમાં વાદી પીયુશભાઇ રમેશભાઇ નંદાણી વતી રાજકોટના એડવોકેટ શ્રી અશોક જે. રામોલીયા તથા રાકેશ ટી. કોઠિયા રોકાયેલા હતા. (૧.૧૯)

 

(4:29 pm IST)