Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જામનગરમાં બાકી નીકળતા પૈસા મુદ્દે રેલવેના કોન્ટ્રાકટરો બાખડયા : મારમાર્યો

જામનગર તા. ૨૦ : અહીં શાંતીનગરમાં રહેતા પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા ઉ.વ. રપ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી રોહીત જસવાલ રહે. શ્રીજી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦રવાળા પાસે ફરીયાદી રેલ્વેના પોલ બનાવવાના કોન્ટ્રકટના કામના બાકી નીકળતા પૈસા લેવાના હોય જે પૈસા ફરીયાદી તથા તેના મીત્ર મીતરાજસિંહ જાડેજા તા. ૧૯ ના રોજ હવાઈ ચોક વિસ્તારમાં જતા ફરીયાદીએ ઉશ્કેરાઈ જઈ ગાલ પર એક ફડાકો મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ઓફીસ બહાર જઈ ફરીયાદી તથા તેના મીત્ર મીતરાજસિંહને ઓફીસ બહાર બંધ કરી દઈ નાશી જઈ ગુન્હો કરેલ છે.

ચાર શખ્સોએ માર માર્યાની રાવ

લાલવાડી નવા આવાસ સાત માળીયા જે–૧૦૩ માં રહેતી કાજલબેન અભીષેક વર્માએ ઉ.વ. રરએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૯ના રોજ ફરીયાદીના પતી તથા તેના મીત્રો ધુંવાવ ગામ પાસે રાજકોટ–જામનગર હાઈવે રોડ બાજુમાં તળવામાં આ કામના આરોપી પુંજો ગઢવી, રાજશી ગઢવી તથા બે અજાણ્યા ઈસમોએ શરીરે માર માી સાહેદ અજયભાઈને પોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

બેડી ઢાળીયા પાસે

૩ શખ્સોએ માર માર્યો

અહીં જોડીયા–ભુંગા મસ્જીદ પાસે રહેતા આબીદ કાસમભાઈ પલેજા ઉ.વ. ૩૧ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા ફારૂકભાઈ સાયચા સાથે સ્ટીમરમાં મજૂરી કરતા હોઈ અને ફરીયાદીનું આધારકાર્ડ ફારૂકભાઈ પાસે હોય તેની માંગણી કરતા અને આરોપીઓ સાહેદના કુટુંબીભાઈઓ થતા હોઈ અને ફરયીાદી હવે પોતાના મોટાભાઈ તાજીરભાઈ સાથે મજૂરી કામ કરવા માંગતા હોય જે આરોપીઓને ગમતી વાત ન હોય તા. ૧૯ ના રોજ બેડીના ઢાળીયા પાસે આરોપી મહેમુદ જુસુફ સાયચા, સલીમ જુસુફ, ગુલામ જુસુફએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

મયુરનગરમાં મહિલાઓ બાખડી

અહીં મયુરનગરમાં રહેતી રેશમાબેન અશરફભાઈ બાબવાણી ઉ.વ. ર૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી નીરાલીબેન જીતુભાઈ બાજુબાજુમાં રહેતા હોય તા. ૧૯ ના રોજ આરોપી નીરાલીબેન કપડા ધોઈ પાણી ઢોળતા હોય તેમજ રસ્તામાં સરસામાન રાખતા હોય જેથી ચાલવામાં તકલીફ પડતા તેને આવું ન કરવાનું કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી ફરીયાદીની દિકરી મહેક ઉ.વ. ૬ વાળી ઉપર લાકડી વડે માર મારી ગુન્હો કરેલ છે.

ઈકોકારમાંથી ઇગ્લીશ  દારૂના જથ્થા સાથે ૩ ઝડપાયા

પંચ કોશી એ ડિવિઝનના ડી.એ.રાઠોડએ તા. ર૦ ના રોજ આ કામેના આરોપીઓ રઘુવીરસિંહ ગંભીરસિંહ ઝાલા રહે. સુરેન્દ્રનગર, ઉમેશગીરી સુરેશગીરી ગૌસ્વામી, રણજીતસિંહ પ્રવિણસિંહ રાણા રહે. થાનગઢવાળાઓએ પોતાના ભોગવટાની ઈકો કારમાં ગેરકાયદે જુદી જુદી બ્રાન્ડનો ઇગ્લીશ દારૂની ૧પપ બોટલો કિંમત રૂ. ૭૭પ૦૦, બીયરના ૪૦ ટીન કિંમત રૂ. ૪૦૦૦ તથા કારની કિંમત રૂ. ર૦ હજાર, મોબાઈલ ફોન કિંમત રૂ. ૩ હજાર મળી કુલ રૂ. ર,૮૪,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.(૨૧.૧૪)

 

(4:28 pm IST)
  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST

  • ટ્રેન દુર્ઘટના બાદ નવજોત કૌર સિદ્ધુ હોસ્પિટલ પહોંચ્યા :દુર્ઘટના બની ત્યારે મેં સ્થળ છોડી દીધું હતું :ઇજાગ્રસ્તોને સારવાર મળે તેને પ્રાધાન્ય આપવું જોઈએ :જે લોકો આ બનાવ પર રાજકારણ કરી રહ્યા છે તેઓ શરમ આવવી જોઈએ;વિપક્ષના આક્ષેપનો નવજોત કૌર સિદ્ધુનો આકારો જવાબ access_time 1:10 am IST