Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ગોંડલમાં એસ.આર.પી. કર્મચારીને મારમારી હડધૂત કર્યાઃ અન્ય ૭ કર્મચારી સામે ગુન્હો

ટ્રેનિંગ સેન્ટરમાં દિક્ષાંત પરેડ પૂર્ણા થયા બાદ મારામારીઃ ઇજાગ્રસ્ત ભરતને રાજકોટ ખસેડાયો

ગોંડલ, તા.૨૦: ગોંડલ એસ.આર.પી ગ્રુપ -૮માં ટ્રેનીંગ સેન્ટરમાં દિક્ષાંત પરેડ બાદ દલીત એસ.આર.પી કર્મચારીને અન્ય ૭ એસ.આર.પી કર્મચારીઓએ હુડધૂત કરી માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે. ગોંડલ એસઆરપી ગ્રુપ આઠમાં ટ્રેનિંગ માટે વિવિધ શહેરમાંથી આવેલ યુવાનો વચ્ચે ટ્રેનિંગ બાદ ઝદ્યડો થતાં મારામારી થવા પામી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામના ભરત ગોવિંદભાઈ લોઢાવી ને રવિરાજસિંહ હરદેવસિંહ ગોહિલ, રાજદીપસિંહ અનિરુદ્ઘસિંહ જાડેજા, વાસુદેવસિંહ જગતસિંહ સરવૈયા, પરાક્રમસિંહ ખેંગારસિંહ ગોહિલ, યશવંતસિંહ જયવંતસિંહ રાણા, યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ તેમજ જયપાલસિંહ પરબતસિંહ વાદ્યેલા એ એકસંપ કરી માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩ ૩૨૩ ૫૦૪ તેમજ એસ્ટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એસ.સી એસ.ટી સેલના ડીવાયએસપી એ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત દલીત એસ.આર.પી કર્મચારી ભરત લોટાવીને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ઇજાગ્રસ્ત બગીચામાં પાણી છાંટતા હતા. ત્યારે ઉકત કર્મચારીઓએ તને પાણી છોટતા આવડતુ નથી તેમ કહી જાતિ પ્રત્યે અપમાનીત કરી માર માર્યો હતો.(૨૨.૫)

(4:25 pm IST)