Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સોમવાર થી કચ્છની તમામ ગ્રામપંચાયતોની કામગીરી ઠપ્પ- તલાટીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન થી ગરમાવો

ભુજ:રાજ્ય સરકાર અને તલાટી મંડળ વચ્ચે વણઉકેલાયેલા પ્રશ્નો સંદર્ભે ચાલતા ગજગ્રાહ વચ્ચે અચોક્કસ મુદતની હડતાલના એલાને ગરમાવો લાવી દીધો છે. ભુજ મધ્યે કચ્છ તલાટી મંડળના હોદ્દેદારો ની યોજાયેલી બેઠક ગરમા ગરમી વાળી રહી હતી. રાજ્ય તલાટી મંડળના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજુભા જાડેજાએ અકિલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તારીખ/૨૨/૧૦ સોમવાર થી સમગ્ર કચ્છ ના પંચાયતી તલાટીઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ પાડીને કામકાજ નો બહિષ્કાર કરશે. જ્યા સુધી રાજ્ય સરકાર પંચાયતી તલાટીઓની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી કચ્છ જિલ્લા ની તમામે તમામ ૬૩૫ ગ્રામ પંચાયતો મા તલાટીઓ કામગીરી નહીં કરે. તલાટી મંડળ ના આ નિર્ણયને પગલે કચ્છના ગ્રામીણ વિસ્તારોની કામગીરી ઠપ્પ થઈ જશે. કચ્છ મા કદાચ પહેલીજ વાર તલાટી મંડળ દ્વારા આ રીતે અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપાયું છે.

* સરકાર સમક્ષ તલાટી મંડળની આ છે, માંગણીઓ...

 મહેસુલી તલાટીઓ ની અપેક્ષાએ અન્યાય,ગ્રેડ પે,પડતર પ્રશ્નો ઉકેલવા રાજ્યભરના તલાટીઓ ની માંગ છે. રાજ્ય તલાટી મંડળના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજુભા જાડેજાએ તલાટીઓની માંગણી સંદર્ભે 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે,

જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા ગ્રામ પંચાયત ના અને શહેરી વિસ્તારના સીમ તેમ જ શહેર તલાટીઓ ને મહેસુલી તલાટીઓ ની સરખામણીએ સતત અન્યાય કરાય છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસુલી તલાટીઓને ગ્રામ પંચાયત મા ફરજ બજાવવાનો સરકારી આદેશનો જોબ ચાર્ટ હોવા છતાંયે તેઓ ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા નથી. મહેસુલી તલાટીઓ ના જોબચાર્ટના કામો નો આગ્રહ પંચાયત તલાટીઓ પાસે થી રખાય છે. સરકારે ૪૧૯૯ મહેસુલી કર્મચારીઓને ફરી વાર તા/૧૨/૯/૧૭ થી પ્રતિ નિયુક્તિ ઉપર મુક્યા છે. પણ, તેની સામે તેઓ કોર્ટ મા ગયા છે. તેમને ૪૪૦૦ નો ઉચ્ચતમ પગાર ગ્રેડ મળે છે છતાં ગ્રામ પંચાયત કક્ષાએ મહેસુલી તલાટીઓનું કામનું વધારાનું ભારણ અને બોજો પંચાયતી તલાટીઓએ જ વેઠવો પડે છે. મહેસુલી તલાટીઓ ને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી શકે છે પણ તેમના જ સંવર્ગ મા આવતા એક જ ગ્રેડ ના પંચાયતી તલાટીઓ ને વર્ષો સુધી બઢતી મળતી નથી અને જ્યારે વર્ષો પછી બઢતી મળે છે ત્યારે પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે મળે છે. જે મા પણ અન્યાય થાય છે. તેને બદલે સરકારે વિસ્તરણ અધિકારી ઉપરાંત તેની સમકક્ષ જગ્યાઓએ સમાન પે સ્કેલ સાથે સહકાર, આંકડા, નાયબ ચિટનીશ તરીકે પંચાયતી તલાટીઓને બઢતી આપી વર્ષો પછી ની નોકરી બાદ બઢતી ની તકોને વ્યાપક બનાવવી જોઈએ.  ૨૦૦૬ ના ફિક્સ પગાર ના તલાટીઓને ગ્રેડ નો લાભ અપાય છે તે જ રીતે ૨૦૦૪ ના ફિક્સ પગાર મા જોડાયેલા તલાટીઓને ગ્રેડ નો લાભ આપવા માંગણી કરાઈ છે. જેથી તેમના પેન્શન ના અને અન્ય હક્કો જળવાઈ રહે.

પોતાની માંગણીઓ અને પડતર પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવા અને ઉકેલવા માટે આ વખતે પંચાયતી કર્મચારીઓ મક્કમ છે.

(2:44 pm IST)
  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST

  • બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની 7440 બોટલ અને ટ્રેઈલર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પાઉડરની બોરી વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પાંથાવાડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે access_time 7:57 pm IST