Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

મોરબીના ત્રાજપરમાં નરેન્દ્ર કોળીને નશાખોર લાલજીએ ધોકાથી ફટકાર્યો

દારૂ પી ગાળો દેતો હોઇ ના પાડતાં તૂટી પડ્યોઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૦: મોરબીના ત્રાજપરમાં રહેતાં નરેન્દ્ર મનિષભાઇ વરાણીયા (ઉ.૧૭) નામના કોળી યુવાનને તે સાંજે સાતેક વાગ્યે ગામના ચોરે હતો ત્યારે ગામના જ લાલજી મસવશીભાઇ કોળીએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં માથા-શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરી હતી. નરેન્દ્ર રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ પોતે ગામના ચોરે હતો ત્યારે લાલજી દારૂ પી ખેલ કરતો હોઇ અને પોતાને કારણ વગર ગાળો દેતો હોઇ ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ધોકાથી તૂટી પડ્યો હતો.

(12:02 pm IST)