Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પાલિતાણામાં ઉપધાન તપની આરાધના

ભાવનગર, તા. ર૦ : પાલિતાણામાં શ્રી સિદ્ધ ગિરિરાજની શીતલ છાયામાં પૂજય શ્રીમદ વિજયજિનપ્રભસૂરિશ્વરજી મહારાજના શિષ્ય ૧૪૪ ઓળીના આરાધક પૂજય પન્યાસ શ્રીમદ વિજય ર્હ્રીકારપ્રભ વિજયજી ગણિવર્ય તથા સાધ્વીજી ભગવંતોની નીક્ષામાં નંદપ્રભા-સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળામાં ઉપધાન તપની મંગલમય શરૂઆત થઇ હતી. આ પ્રસંગે પૂજય મુનિશ્રી રમ્યદર્શનવિજયજી મહારાજે ઉપધાન તપના આરાધકોને મૌન રહેવા તથા ભાવપૂર્વક ક્રિયા કરવા જણાવેલ. પૂ. પન્યાસશ્રીર્હ્રીકારપ્રભ વિજયજી મહારાજે જણાવેલ કે ઉપધાન તપથી પૂજય તિર્થકર ભગવંતોએ જૈન આગમોના ગરંથોમાં જણાવેલ નવકાર મંત્ર તથા અન્ય સૂત્રો ભણવાનો સાંભળવાનો-બોલવાનો અધિકાર દરેક ઉપધાન તપના તપસ્વીઓને પ્રાપ્ત થતો હોય છે.

આ પ્રસંગે જૈન શ્રેષ્ઠી શ્રી દિવ્યકાંત સલોત, પારસભાઇ, નીકુંજભાઇ વિગેરેએ હાજર રહી ઉપધાન તપમાં પ્રવેશ કરનાર તપસ્વીઓને ચોખાથી વધાવ્યા હતાં.

ઉપધાન તપનો બીજો પ્રવેશ રવિવારના રોજ તથા દિવાળી વેકેશનમાં અઢારીયા તપનો પ્રવેશનો પ્રવેશ થશે. (૮.૪)

(11:56 am IST)