Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાલે દ્વારકામાં ઝાખરીયા પરિવાર દ્વારા શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડાશે

 દ્વારકા તા.ર૦: શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ ઝાખરીયા તેમજ પરિવાર દ્વારા કાલે તા.ર૧ને રવિવારે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજન વિધિ તેમના આદિત્ય રોડ ખાતેના નિવાસ સ્થાને સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવશે. રાંદલ માતાજીના છપ્પનભોગ મનોરથના દર્શન સાંજે પ-૦૦ કલાકે યોજવામાં આવશે. આ તમામ ધાર્મિક આયોજનોમાં સ્વજનો તથા સ્નેહીજનો ઉપસ્થિત રહી રાંદલ માતાજીના પૂજન-દર્શનનો લાભ લેશે. બપોરે ૧૧ થી ૧ દરમ્યાન કુમારિકા ભોજન યોજયા બાદ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ છે. તેમજ રાત્રિના ૧૦ કલાકે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે. (૧૧.૪)

(11:55 am IST)
  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST

  • સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST

  • કર્ણાટકના પ્રસિદ્ધ લિંગાયત સંત સિદ્ધલિંગ સ્વામીનું ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ગદાંડમાં નિધન : સિદ્ધલિંગ સ્વામીના તોતાડાર્ય મઠના એક સભ્યે આ માહિતી આપી :મુખ્યમંત્રી કુમારસ્વામીએ સિદ્ધલિંગ સ્વામીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી access_time 12:42 am IST