Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વીરપુર જલારામધામમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા ગ્રૂપ દ્વારા શસ્ત્રપૂજન

વિજયાદશમીના પાવન અવસર પર સમસ્ત ક્ષત્રિય સમાજના આત્મગૌરવ સમાન તેમજ રાજપૂતી આદર્શો અને સંસ્કારરૂપી સંસ્કૃતિ વારસાને ગૌરવવંતા તહેવાર વિજયાદશમીના દિવસે વિરપુર જલારામધામમાં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું, સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા ગ્રૂપ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સાફા બાંધીને શાત્રોકત વિધિથી શકિતપૂજા-શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું,ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવારબાજી,રાજપૂતી સંસ્કૃતિને ઉજાગર કરી હતી તો આ શકિતપૂજા-શસ્ત્રપૂજનના પાવન અવસરમાં શસ્ત્રપૂજનની સાથે સાથે ક્ષત્રિય યુવાનો દ્વારા વ્યસનમુકિત, સમાજસેવા માટે અન્ય સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા, સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અવસરને સફળ બનાવેલ તે પ્રસંગની તસ્વીરઃ તસ્વીર કીશન મોરબીયા.વીરપુર)(૨૩.૨)

(11:53 am IST)