Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સુત્રાપાડામાં રાવણ હણાયો

 સુત્રાપાડા : શહેરમાં દર વર્ષ આપણે સત્યના પ્રતિક શ્રી રામનું પૂજન અને અસત્યના પ્રતિક રાવણનું દહન કરીએ છીએ દશેરા પર્વની પાછળ રહેલો મુળ હેતુ તો આજ છે અને ઉમદા છે માત્ર તેને સમજવાની એક સાચી દ્રષ્ટી આપણે આપણામાં પ્રગટ કરવાની છે તેમજ વર્ષની પરંપરાગત મુજબ રાવણ દહનમાં ૩૧ ફુટનો બનેલા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું જેને જોવા માટે શહેરની જનતા તેમજ આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા તેમજ રાવણનું પુતળાને તૈયાર કર્યો હતો. જેમાં મોચી સમાજના અગ્રણી ભીખાભાઇ, કોળી સમાજના અગ્રણી પરબતભાઇ તેમજ બાપુ એ જહેમત ઉઠાવીને આ ૩૧ ફુટનો રાવણ બનાવવામાં આવ્યો હતો નવરાત્રીના નવ દિવસ ભજવતી રામલીલાના અંતે વિજયા  દશમીના દિવસે રાવણનું પુતળું બાળી રાવણ વિજયના પ્રસંગને ઉજવાયો હતો. (તસ્વીર - અહેવાલ : રામસિંહ મોરી -સુત્રાપાડા) (પ-૧૩)

(11:51 am IST)