Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાલે ઓલ ગુજરાત કોળી સમાજ મેડીકલ એન્ડ પેરામેડીકલ એસો.નું ચોટીલામાં સ્નેહ મિલન

રાજકોટ તા. ૨૦ : ઓલ ગુજરાત કોળી સમાજ મેડીકલ એન્ડ પેરામેડીકલ એસોસીએશન દ્વારા કાલે તા. ર૧ ના રવિવારે ચોટીલામાં સ્નેહમિલનનું આયોજન કરાયુ છે.

દર વર્ષે જુદી જુદી મેડીકલ કોલેજના કોળી સમાજના મેડીકલ-પેરામેડીકલ સ્ટુડન્ટસ અને ઇન્ટર્ન ડોકટર્સ દ્વારા સ્નેહમિલન યોજવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવી આ વર્ષે ૨૦૧૮ નું સાતમું સ્નેહમિલન રાજકોટ મેડીકલ કોલેજના સ્ટુડન્ટસ અને ઇન્ટર્ન ડોકટર્સ દ્વારા આયોજીત થયુ છે.

ઓનેસ્ટ હોટલ, ચોટીલા ખાતે કાલે સવારે ૧૦ વાગ્યાથી આયોજીત આ સ્નેહમિલનમાં ડો. ગેડીયા, ડો. ગાબુ, ડો. ગોધાની, ડો. મારૂ, ડો. ડાભી, ડો. બામણીયા સહીત ૮૦ જેટલા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ડો. ઝીલ બાલસ, ડો. વિપુલ ધરજીયા, ડો. અમર લોડલિયા, ડો. વાજા યાજ્ઞિક, ડો. નિશા પાટડીયા તેમજ સહયઅયોજકો જહેમત ઉઠાવી રહ્યાછે.

કોળી સમાજના ડોકટર્સ અને સ્ટુડન્ડસના બાયોડેટા સહીતની માહીતી સાથે સ્નેહ મિલન ૨૦૧૮ ની બુકલેટ તૈયાર કરી કાર્યક્રમ દરમિયાન વિતરણ કરાશે.

સમારોહમાં કોળી સમાજના ૮૦ જેટલા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો તેમજ ૧૬૦ એમ.બી.એસ., બીડીએસ, બીએએમએસ, બીએચએમસ ડોટરો તેમજ ૫૦૦ જેટલા મેડીકલ સ્ટુડન્ટ ઉપસ્થિત રહેશે. તેમ ડો. ઝીલ બાલસ (મો.૭૩૮૩૭ ૨૬૨૨૯) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(11:50 am IST)