Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સાયલા પાસે ૧૯ લાખનો દારૂ ભરેલ ટ્રક કબ્જે

કટીંગ કરતા હતા ત્યાં પોલીસ ત્રાટકી : ધાંધલપુર - ઓરીંભડાના બે શખ્સો નાસી ગયા

વઢવાણ તા. ૨૦ : નવ નીયુકત લીંબડી ડીવાયએસપી ડી.વી.બસીયા સાહેબના માર્ગદર્શન હેઠળસાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા તથાઙ્ગ એ.એસ.આઇ વીનુભાઇ ડેર તથા પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ ભરતસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ.મજબુતસિંહ બળદેવસિંહ રાણા તથા પો.કોન્સ.રવિરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા ,હરદેવસિંહ બળવંતસિંહ પરમાર, ભીખાભાઇ માવજીભાઇ પરમાર,અમરકુમાર કનુભાઇ ગઢવી વિગેરે માણસોઙ્ગ સાયલા પો.સ્ટે ખાતે હાજર હતા. આઙ્ગ દરમ્યાન પો.સ.ઇ શ્રી ડી.ડી.ચુડાસમાને હકિકત મળેલ કે રવિભાઇ અનકભાઇ કાઠી દરબાર રહે.ધાંધલપુર તા.સાયલા તથા રાજુભાઇ દાનભાઇ કાઠી દરબાર રહે.સોંરીભડા તા.સાયલા વાળાઓ સોરીંભડા ગામના પાટીયા નજીક આયા ગામની સીમામાં આવેલ વીડમાં ગે.કા પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની ગાડી મંગાવી કટીંગ કરે છે.જેથી રેઇડ કરતા ઉપરોકત બંંને ઇસમો પોલીસને જોઈ ભાગી ગયેલ અને ત્યા એક ટ્રક નંબરઙ્ગ ઞ્થ્ ૧૨ ક્ષ્ ૯૭૩૯ વાળુ પડેલ હોય તેમા તલાશી લેતા ઇંગ્લીશ દારૂ ભરેલઙ્ગ જોવામા આવેલ જે જોતા ઇંગ્લીશની સીલબંધ બોટલ નંગ ૪૬૫૬ કિં.રૂ.૧૮,૬૨,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ–૧ કિં.રૂ.૧૦૦૦ ટેન્કર કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કૂલ રૂ.૨૮,૬૩,૪૦૦ નો મુદ્દામાલ પકડાઇ જઇ કબજે કરેલ

સાયલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ કયાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..?ઙ્ગ નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, સાયલા સબ.ઇન્સ. ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૧૧)

(11:47 am IST)