Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ધોરાજીની જય ખોડીયાર ગરબી મંડળની ૩૦૦ બાળાઓને લાણીમાં શૈક્ષણિક કીટ અપાઇ

ડેપ્યુટી કલેકટરે બાળાઓને ૩- ૩ સંકલ્પ લેવડાવ્યા

ધોરાજીની ખોડીયાર ગરબી મંડળની બાળાઓને ડેપ્યુટી કલેકટરે લાણી સ્વરૂપે શૈક્ષણિક કીટ ભેટ આપીને ૩ સંકલ્પ લેવડાવ્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ કિરોભાઇ રાઠોડ)(૧.૨)

ધોરાજી તા.૨૦: કુંભારવાડી વિસ્તારમાં આવેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ (સરદાર ગ્રુપ) દ્વારા આયોજીત જય ખોડીયાર ભુલકા ગરબી ના સમાપન દિને ૩૦૦ બાળાઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ ભેટ આપેલ. કુંભારવાડા ખાતે જય ખોડીયાર ભુલકા ગરબી-૨૦૧૮ના સમાપન સમારોહમાં ધોરાજીના ડે.કલેકટરઙ્ગ તુષાર જોષીએ વિદ્યાર્થી અને વાલીઓને ૩ સંકલ્પ લેવડાવેલ જેમાં પ્રથમ ધોરાજી શહેરને સ્વચ્છ રાખવા જાહેરમાં કે ઘરમાં હું ગંદકી ફેલાવીશ નહી... બીજો સંકલ્પ હું મારી દિકરીને વધુમાં વધુ અભ્યાસ કરાવીશ... અને ત્રીજો સંકલ્પ નવા મતદારો માટે ચૂંટણી ઓળખ કાર્ડ હું તાત્કાલિક કઢાવીશ જે સંકલ્પ સાથે નવરાત્રીનો મહિમા સમજાવેલ હતો.

આ પ્રસંગે સંચાલક ડી.જી. બાલધા, એ.વી. બાલધા રાજેશભાઇ બાલધા એ પ્રાસંગિક પ્રવચન કરેલ અને નાના ૧૨ વર્ષના ભુલકાઓ ૩૦૦ જેટલા બાળકોને આ વર્ષે અભ્યાસમાં વધુ રૂચી રહે એ માટે શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. આ પ્રસંગે ધોરાજીના ડે.કલેકટર તુષાર જોષી, પુર્વ નગરપતિ વી.ડી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, રણછોડભાઇ વઘાસિયા, જીઇબીના રાદડીયા સાહેબ કિશોરભાઇ રાઠોડ, દિલીપભાઇ હોલવાણી, અનિલભાઇ બખાઇ, ચંદુભાઇ ચોવટીયા( આરએસએસ) ડી.જેે. ઠેસીયા, વી.વી. વઘાસિયા ખોડલ ધામના પ્રમુખ વિમલભાઇ કોયાણી, ભુપતભાઇ કોયાણી પરેશભાઇ વાગડીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ અને બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હતી.(૧.૨)

(9:59 am IST)