Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પડધરી-ધ્રોલ-ટંકારા પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

પડધરી,ટંકારા,ધ્રોલના ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વિજયા દશમીના રોજ શસ્ત્ર પૂજન બાદ શોભાયાત્રા કાઢવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મનમોહન બગડાઇ)

પડધરી તા.૨૦: ક્ષત્રિય સમાજના ઉચ્ચ આદર્શો અને સંસ્કારરૂપી સમૃદ્ધિ વારસાને તેમજ ગોૈરવંતા ભૂતકાળની યાદ કરવા પડધરી, ધ્રોલ, ટંકારા, જામનગર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા ગઇકાલે વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, વડીલોએ પરંપરાગત પોશાક, સાફા, પાઘડી તેમજ તલવાર અને કટાર સાથે પડધરી રાજમાર્ગ પર રેલી સ્વરૂપે પસાર થયેલ જેમાં હરધોળ સમાજના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, હઠીસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, ભાણુભા, શતુભા જાડેજા, ચેતનસિ઼હ જાડેજા, સાવજુભા જાડેજા, ભગવતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જશુભા જાડેજા તેમજ સમાજના અગ્રણીઓ સાથે જોડાયેલ હતા. (૧.૩)

(9:58 am IST)