Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

મીઠાપુર બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગાપૂજા

 મીઠાપુર : દેવભૂમિ દ્વારકા ઓદ્યોગિક શહેર મીઠાપુર ખાતે સ્થાનિક બંગાળી એસોસિએશન દ્વારા નવરાત્રીના પવિત્ર દિવસોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગાપૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૩૧ વર્ષથી પણ વધારે વર્ષોથી ઉજવાતા આ ઉત્સવમાં ચિત્ર હરીફાઇ, નૃત્ય હરીફાઇ, ગરબા હરીફાઇ વગેરે જેવી હરીફાઇઓ યોજવામાં આવી હતી. તથા વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાપુરવાસીઓ માટે આ દુર્ગાપૂજા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દિવ્યેશ જટાણીયા) (૧.૧)

(9:58 am IST)