Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબીમાં જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી, મોકે જ નીચે દુકાન બંધ હોવાથી જાનહાની ટળી.

મોરબીના માધાપરમાં એક જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી થઈ છે. જો કે મોકે જ નીચે દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાની ટળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના માધાપર વિસ્તારમાં એક જર્જરિત મકાન પાડવા પાલિકામાં અનેક વખત રજુઆત થઈ છે. પણ પાલિકાએ કોઈ રસ ન લેતા સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મકાનની પારાપેટ ધરાશાયી થઈ હતી. આ મકાનની નીચે હેરડ્રેસરની દુકાન આવેલી છે. જો કે આજે આ દુકાન બંધ હોય સદનસીબે જાનહાની ટળી હતી.

 

(12:25 am IST)