Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના કાતડા ગામે પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ

 જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર તેમજ ઈન્ડીયન ફાર્મર્સ એન્ડ ફર્ટીલાઈઝર કંપની લીમીટેડ (IFFCO), જામનગરના સંયુકત ઉપક્રમે ધ્રોલ તાલુકાના કાતડા ગામે, આંતર પોષક અનાજ વર્ષ ૨૦૨૩ના પરિપ્રેક્ષમાં 'પોષણ વાટિકા મહાઅભિયાન અને વ્રુક્ષારોપણ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હીથી પ્રસારીત કરવામાં આવેલ ભારત સરકારના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ હતા. જેમાં કેબિનેટ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરએ ખેડૂત-ભાઈ-બહેનોને અભિવાદન પાઠવેલ અને દેશમાં પોષણ અભિયાન તેમજ જીવનમાં વ્રુક્ષોના મહત્વ વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપીને તેને સબળ બનાવવા ખેડૂતોને સંબોધન કર્યું હતું.  આ કાર્યક્રમમાં ૩૩ જેટલી મહિલા ખેડૂત અને ૮૮ જેટલા પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ઉજવણી દરમ્યાન 'આજના યુગમાં વ્રુક્ષોનું મહત્વ, તેમનું જતન અને હાલની પરિસ્થિતિમાં ખેતી માટે લેવાના પગલાઓ' વિષય પર કેવીકેના વડા ડો. કે.પી.બારૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ 'સારું પોષણ અને પૌષ્ટિક ધાન્યોનું સ્વાસ્થ્યમાં મહત્વ' વિષય કેવીકેના વૈજ્ઞાનિક શ્રીમતી અંજનાબેન બારિયાએ માર્ગદર્શન આપ્યું હતું.  ઈફકોના ફિલ્ડ ઓફિસર શ્રી બળદેવભાઈ સમાંત દ્વારા નેનો ફર્ટીલાઈઝર વિષે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ૧૫૦ જેટલા વ્રુક્ષોનું વાવેતર, ૧૦૦૦ જેટલા રોપનું વિતરણ તથા ૧૨૫ ન્યુટ્રી-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કાતડા ગામના સરપંચશ્રી ચમનભાઈ અકબરી તેમજ ગામના આગેવાનો કાનજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 pm IST)