Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વેરાવળમાં પ્રભાસપાટણ વિસ્તારમાં જુગારના ચાર દરોડાઃ ર૬ આરોપી ઝડપાયા ૪૪ર૮૦નો મુદામાલ કબજે

પંડવા ગામે મકાન ની બદલે જાહેરમાં જુગાર બતાવતા ગ્રામ્યજનોને ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: પ્રભાસપાટણ વિસ્તારના પંડવા ગામે પોલીસે જુગાર નો દરેાડો પાડેલતેમાં ભાગાભાગી થયેલ હતી સાત આરોપીઓની અટકાયત કરેલ હતી. રૂ.૧૪૧ર૦ નો મુદામાલ કબજે કરેલ હતો.

પંડવા ગામે જુગાર નો અડો મકાન માં ચાલતો હોય પોલીસે દરોડો પાડેલ હતો તેમાં હરીભાઈ રામસીભાઈ ડોડીયા, જયસુખ જીવાભાઈ વાજા, લખમણ દેસા વાજા,અરવિંદ કાળાભાઈ પરમાર, નરેશ તેજાભાઈ પાતળ,બાબુભાઈ કાળાભાઈ પરમાર,સરમણ કરશન વાજા ને રોકડા રૂ.૧૪૧ર૦ અટકાયત કરેલ હતી ગ્રામ્યજનોએ જણાવેલ હતું કે નાનકડા એવા ગામમાં બંધ મકાનમાં જુગાર ચાલતો હોય પણ દરોડો પાડનારે જાહેરમાં ખુલ્લી જગ્યા વાછરડા મંદિરની બાજુમાં બતાવેલ હોય ધાર્મિક જગ્યાએ જુગારનો અડાની જગ્યા જાહેર કરતા ગ્રામ્યજનોએ જણાવેલ હતું કે જુગાર રમાડતા મુળ આરોપીઓને પોલીસે છાવરેલ છે જેથી ઉચ્ચઅધિકારીએ તપાસ કરવીજોઈએ તેવી માંગ કરેલ હતી. 

વેરાવળ આવાય યોજનામાં જાહેરમંા જુગાર રમતા લાલજીભાઈ દામજીભાઈ વણીક,જેઠાલાલ લખમભાઈ ગોહેલ,રાજેશ કાનજીભાઈ સુયાણી,જાદવ અરજણભાઈ વણીક,મુકેશ ધીરજભાઈ આંજણી,મેધજી ધરમશીભાઈ ગોહેલ,અરવિંદ બાબુભાઈ વણીકને રોકડા રૂ.૬૩ર૦ સાથે ઝડપી પાડેલ હતા.

તાતીવેલા આગંણવાડી પાસે જાહેરમાં જુગાર રમતા રવજીભાઈ જાદવભાઈ બામણીયા,જીવાભાઈ ભીખાભાઈ ગાવડીયા,કરશનભાઈ ડાયાભાઈ બામણીયા, મનાભાઈ કચરાભાઈ પરમાર, મોહનભાઈ  કચરાભાઈ ગાવડીયા ને રોકડા રૂ.૬૮૩૦ સાથે ઝડપી પાડેલ હતા.

ભાલપરા ગામે જાહેર માં જુગાર રમતા અશ્વીનભાઈ દામોદરભાઈ નિમાવત, દીપકભાઈ સવજીભાઈ ચાવડા, હીરાભાઈ હરીભાઈ પરમાર,હીતેષભાઈ વિરાભાઈ વાજા, રતીલાલ વાલજીભાઈ વિસાવડીયા, હરેશભાઈ રામજીભાઈ,અરશીભાઈ દેશાભાઈ ચાવડાને રોકડા રૂ.૧૭૦૧૦ સાથે ઝડપી પાડેલ હતા.

તહેવારો વીતી જવા છતા ભાદરવા માસ માં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જુગારધામો ચાલું હોય જેથી કડક હાથે કામગીરી કરવાની માંગ ઉઠી છે.

(1:01 pm IST)