Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજીત રસીકરણ મહાઅભિયાનમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

ગ્રામ્ય વિસ્તારોમાં લક્ષ્યાંક સામે ૧૦૪ ટકા અને જૂનાગઢ શહેરમાં ૧૫૧ ટકા

જૂનાગઢ તા.૨૦ :  નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે કોરોના રસીકરણમાં અભિયાનમાં જૂનાગઢ જિલ્લો રાજયમાં પ્રથમ સ્થાને રહ્યો છે.  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬૦૦૦ ના  લક્ષ્યાંક સાથે ૫૯૧૬૧  સામે લોકોને રસી આપી ૧૦૪.૨૫  ટકા અને જૂનાગઢ શહેરમાં ૮૮૦૦ લક્ષ્યાંક સામે ૧૩૩૩૨ લોકો નું રસીકરણ કરી  ૧૫૧.૫૦ ટકા કામગીરી કરવામાં આવી છે.  જિલ્લામાં ૧૨૦૦થી વધુ કર્મચારીઓ વેકિસનેશન મેગા ડ્રાઈવ માં સહભાગી થયા હતા. આ કર્મયોગીઓ મોડી રાત્રી ફરજ બજાવી લોકોને કોરોના રસી આપી હતી. 

  કોરોનાના રામબાણ ઇલાજ માટે રસીકરણ એકમાત્ર ઉપાય હોય ગામડે ગામડે જન-જન સુધી આ સંદેશો પહોંચાડવામાં તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસર, ર્નસિંગ સ્ટાફ અને  ગામડે ગામડે કાર્યરત આરોગ્યકર્મીઓ, આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો આ તમામ ફિલ્ડ સ્ટાફની  કાબિલેદાદ કામગીરી રહી છે.જિલ્લા કલેકટર શ્રી રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ  ઇ.એમ.ઓ.  ડો. જાવિયા, મ્યુનિસિપલ વિસ્તારમાં કમિ'રશ્રી આર. એમ.તન્ના ના માર્ગદર્શન હેઠળ ડો. રવિ ડેડાણિયા  તથા તેમની ટીમ દ્વારા સમગ્ર આ અભિયાનને સફળ બનાવાયુ છે.

 જૂનાગઢ જિલ્લાના ૩૨૫ જેટલા ગામોમાં સો ટકા વેકિસનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.  તારીખ ૧૭ સુધીમાં જિલ્લામાં રસીકરણની વિગત જોઈએ તો ભેંસાણ તાલુકામાં ૮૦૬૬૭, જૂનાગઢ તાલુકામાં  ૧,૧૭,૦૩૮, કેશોદ તાલુકામાં ૧,૮૫,૧૨૩, માળિયા ૧,૮૭,૬૬૨, માણાવદર ૧,૨૨,૬૭૨, માંગરોળ ૧,૮૪,૧૯૧, મેંદરડા, ૮૨૩૨૬, વંથલી ૯૩૦૨૫, અને વિસાવદર તાલુકામાં ૧,૨૭,૦૩૯ એમ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૧,૭૯,૭૪૩ લોકોને કોરોના રસી થી આરક્ષીત કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૮૩.૩૫ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સૈાથી વધુ ૯૬.૮૧ ટકા મેંદરડા તાલુકામાં  રસીકરણ પૂર્ણ કરવામાં આવેલ  હોવાનું  જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:57 pm IST)