Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રણજીતસાગર ખાતેના જામ રણજીતસિંહ પાર્ક પુરમાં થયો બેહાલ

ગત સોમવારે જામનગરને પીવાના પાણી પુરૂ પાડતો રણજીતસાગર ડેમ ભયજનક સપાટીથી ઓવરફલો થતા ડેમની નીચેની સાઇડ પર બનેલા રણજીતસિંહ ગાર્ડન-રનો સોથ વળી ગયો હતો. ગાર્ડનની દિવાલો, લાઇટો અને વૃક્ષો સહિત અનેક વસ્તુઓ ધરાશાયી થઇ હતી. સાથો સાથ રણજીતસાગરથી ગાડમાઓમાં જવાનો પુલ અને રસ્તા પણ ધોવાઇ ગયા હતા.  જેના પરિણામે અનેક ગામોના આવન જાવનમાં પણ અત્યારે પણ મુશ્કેલી પડી રહી છે. સાગરના નીરને વધાવવા દોડી ગયેલ મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ પાર્ક અને પુલ રસ્તાને ફરી કાર્યરત કરવા એટલી જ ઝડપ રાખે તેવી જામનગર શહેર અને ગામડાની પ્રજા અપેક્ષા રાખી રહી છે. રણજીતસાગર ડેમ જામનગરવાસીઓ માટે ફરવાનું સ્થળ પણ હોય. આ કામગીરી ત્વરીત થાય તેવી માંગણી ઉઠી રહી છે. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(12:53 pm IST)