Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગોંડલ તાલુકા મથકના વિવિધ ગુનામાં આરોપીની ધરપકડના વોરંટ

ગોંડલ, તા. ર૦ :  ગોંડલ તાલુકા પોલીસ મથકના વિવિધ ગુનામાં ચોટીલા, રાજકોટ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના શખ્સો ધરપકડ ટાળવા નાસતા ફરતા હોય અદાલત દ્વારા સીઆરપીસી કલમ ૮૨ મુજબ જાહેરનામું ઇસ્યુ કરવા હુકમ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના બામણબોર ખાતે રહેતા અજય દિનેશભાઈ ચાવડા, રાજકોટ આંબેડકર નગરમાં રહેતા અજય પરમાર તેની સાથેના ગુનામાં સંડોવાયેલ ઉત્તર પ્રદેશના રાજેશ રઘુરામ યાદવ, ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ના રજબ અલી હમીદ અલી અને હરિયાણાના અડબર ગામે રહેતા આરીફખાન અખતર ખાન વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હોય અગાઉ સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરંટ ઇસ્યુ કરેલ હોવા છતાં પણ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હોય અદાલત દ્વારા નાસતા ફરતા આરોપીને હાજર થવા અંગે સીઆરપીસી કલમ ૮૨ મુજબ જાહેરનામુ ઇસ્યુ કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેના પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ જે પરમાર, રઘુભાઈ રબારી સહિતનાઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:00 pm IST)