Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાવરકુંડલા નાગરિક બેંકના ડીરેકટર તરીકે હિરેન સૂચક બિનહરીફ

સાવરકુંડલા તા. ૮ :.. નાગરીક સહકારી બેંકના ડીરેકટર પદે હિરેન સુચકની નાની ઉમરે બિનહરીફ વરણી થતા શહેરના વેપારી  આલમમાં ખુશી વ્યાપી છે. નાગરીક સહકારી બેંકની સ્થાપના થી માંડી આજદી સુધીમાં નાગરીક બેંકના ડીરેકટરો માટે ચૂંટણીઓ યોજાયેલ ત્યારે આ વખતની નાગરીક બેંકના અગીયાર ડીરેકટર માટે ચૂંટણી થવાની હતી પરંતુ નાગરીક બેંકના અગીયાર ડીરેકટરો એકી સાથે બિનહરીફ થયેલ હતા તેમાં સૌથી નાની ઉમરમાં ડીરેકટર પદે બિનહરીફ વરણી થયેલ હિરેન સૂચક અભ્યાસુ આવડત અને વેપારી વર્ગમાં સારી ચાહના ધરાવે છે અને નાગરીક બેંકમાં મહત્વના હોદાની જવાબદારી સોંપવામાં આવે તો તે વાત નકારાતી નથી.

(11:49 am IST)