Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઉના તાલુકાના ૩ સ્‍થળે જુગાર દરોડાઃ ૧૯ શખ્‍સો કુલ ૪૩ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ર૦: ઉના તાલુકાના મોઠા અને ભાચનાં ર સ્‍થળે જુગાર રમતા ૧૯ શખ્‍સોને પોલીસે રૂા. ૪૩પ૧૦/- રોકડા સાથે પકડી પાડયાં હતાં.
જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી ઉનાનાં પોલીસ ઇન્‍સપેકટર વિજયસિંહ ચૌધરી, પી.એસ.આઇ. જીલુભાઇ વી. ચુડાસમા ત્‍થા સ્‍ટાફે જુગાર રમતા શખ્‍સો ઉપર ધોસ બોલાવી ઉના તાલુકાનાં મોઠા ગામે બસ સ્‍ટેશન પાસે જુગાર રમતા હનુ મસરી ગોફીલ, અભેસિંહ હનુભાઇ ગોહીલ, દિવ્‍યેશ કુમારભાઇ સોલંકી (ઘાંટવડ), મુકેશ રામ મકવાણા (ઘાંટવડ) તથા પુષ્‍પરાજસિંહ ધીરૂભા સોલંકી ઘાંટવડ વાળાને રોકડા રૂા. ૧૮૦૧૦/- સાથે પકડી પાડેલ હતાં.
બીજા જુગાર દરોડામાં ભાચા ગામે વાવરડા જતા રોડ ઉપર પ્રાથમીક શાળાની બાજુમાં વાડી વિસ્‍તારમાં રહેતા સામતભાઇ લખમણભાઇની વાડીએ જુગાર રમતા વશરામ નાનજી વંશ રે. ભાચા, મેરૂભાઇ બાબુભાઇ ગોહીલ( ભાચા), એભલ માનભાઇ ગોહીલ( ભાચા) રાજુભાઇ નાનજી વંશ (ભાચા), અક્ષય મનુભાઇ શીયાળ (ભાચા), નીતીનભાઇ સામતભાઇ જાદવ (ભાચા), નરસી વરસંગ નંદવાણા (ભાચા) તથા લાલજી અમરા રાઠોડ રે. ઉના વાળાને જુગાર રમતા રોકડા રૂા. ૧૪ર૮૦/- અંકે ચૌદ હજાર બસ્‍સો એસી રૂપિયા સાથે પકડી લીધા. જયારે ત્રીજી રેડમાં સામતભાઇ લખમણભાઇ જાદવની વાડીમાં જુગાર રમતાં સામત લખમણ રે. ભાચા હરેશ લાખા નંદવાણા રે. ભાચા ભાવેશ રામા ગોહીલ (ભાચા), રૂપસીંગ માલા ગોહીલ (ભાચા) જીલુ અરજણ વાઘેલા (ભાચા), સુનીલ લાભુદાસ નીમાવત (ભાચા) ને જુગાર રમતા રોકડા રૂપિયા ૧૧રર૦/- (અગીયાર હજાર બસ્‍સો વીસ) સાથે પકડી કુલ ૧૯ શખ્‍સોને રૂા. ૪૩પ૧૦ સાથે પકડી પાડેલ હતા.

 

(11:13 am IST)