Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

લોધીકામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમઃ ૩૦ લાભાર્થીઓને ગેસ કનેકશન અને ૭૦ને PMUI કીટ અપાઇ

નાયબ મામલતદાર રાણા લાવડીયાએ ૧૭ બાળકોના પોતે ફોર્મ ભરી બહુમાળીમાં નોંધણી કરાવી...

રાજકોટ તા. ૧૮ :.. લોધીકા તાલુકામાં કલેકટરની સુચના અને પ્રાંત અધિકારી ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન અવસરે તાલુકાના અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ નાગરીકોની ઉપસ્થિતીમાં ગરીબોની બેલી સરકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

લોધીકા લેઉવા પટેલ સમાજવાડી સ્થળે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, પદાધિકારી-અધિકારીશ્રીઓએ દીપ પ્રાગટય કરેલ, ત્યારબાદ મહાનુભાવો - પદાધિકારીઓને પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ૩૦ લાભાર્થીઓને ગેસ કને. સબકીટ વાઉચર, ૭૦ ને પીએમયુઆઇ-ર-૦ કીટ તથા બાળકોને રૂ. ૪૦૦૦ ની સહાયના હુકમોનું ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ તથા સરપંચોનું સન્માન કરાયું હતું.

આ ગરીબોની બેલી સરકારે કાર્યક્રમમાં  બહોળા પ્રમાણમાં નાગરીકો હાજર રહેલ. અને અધિકારીશ્રી કે. કે. રાણાવાસીયા અને તેની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

દરમિયાન નાયબ મામલતદાર શ્રી આર. એસ. લાવડીયાએ ગઇકાલે આ કાર્યક્રમમાં પાલક પિતાના પાંચ બાળકો અને મુખ્યમંત્રી  બાલ સખા યોજનાના ૧ર બાળકોના જાતે ફોર્મ ભરી દસ્તાવેજો મેળવી બહુમાળી ભવન ખાતે જાતે પહોંચાડયા હતા, આ ઉપરાંત દેવીભૂજક, વાંજા, વણઝારા, ગાદલીયા, બાદી જેવી પછાત જાતિના લોકો પાસે આધારકાર્ડ ન હોય તેમના માટે આધારકાર્ડનો સ્પે. કેમ્પ કરી ૧૦૦થી વધુ આધાર કાર્ડ કાઢી આપ્યા હતાં. 

(10:52 am IST)