Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ધોરાજીમાં અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો : ભારે બફારા બાદ સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

સાંજના સમયે આવેલા વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા

 ધોરાજી:ધોરાજીમાં આજરોજ સવારે ભારે બફારા બાદ ફરી સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો
ધોરાજીમાં સાંજના સમયે આવેલા વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને પવિત્ર પુરૂષોત્તમ માસના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેતા ખેડૂતોએ પ્રાર્થના કરી હતી કે હવે મેઘરાજા વિરામ લે

(7:46 pm IST)