Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગર સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી કોમલબેનનું કરૂણમોત

જામનગર : જામનગર  સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોમલબેન નામની મહિલા પોલીસકર્મીનું  સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે

આ અંગે  જાણવા મળતી વિગત મુજબ  ગત ૧૨ તારીખના રોજ મહિલા પોલીસકર્મીની સંકલ્પ હોસ્પિટલમા ડીલેવરી સમયે વધુ લોહી વધુ વહી જવાથી જી.જી.હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં તેણીનું મોત નીપજ્યાનું જાહેર થયું છે, મૃતક મહિલા મહિલા પોલીસકર્મીના પતિએ મીડિયા સાથેની વાતચીતમાં પોસ્ટમોર્ટમ બાદ ફરિયાદ કરવી કે નહિ તે નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.

(9:06 pm IST)