Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાદર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

૦.૬૦ પોઇન્ટ બાકીઃ પવનના કારણે દરવાજા ટપીને બહાર જતુ પાણી

ગોંડલઃ તસ્વીરમાં ભાદર ડેમના પાટીયા ટપીને બહાર જતુ પાણી નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. ર૦ : રાજકોટ,ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોને પાણી પુરૃ પાડતો ભાદર ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં છે.

ગોંડલ તાલુકાના ગોમટા નજીક આવેલ ભાદર ડેમની સપાટી ૩૩.૪૦ ફુટે પહોંચી છ.ેહજુ ઓવરફલો થવા આડે ૦.૬૦ પોઇન્ટ બાકી છે.

ભાદર ડેમની કુલ સપાટી ૩૪ ફુટ છે હવે માત્ર પોઇન્ટ ૦.૬૦ બાકી હોવાથી પવનના કારણે પાણી હિલોળા લે છે.અને પાટીયા ઉપરથી બહાર નીકળે છે.              

(4:46 pm IST)