Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગોંડલમાં ૨ કલાકમાં ૨ ઈંચઃ માળીયાહાટીનામાં દોઢઃ માણાવદર, વંથલી, ધોરાજી, કોટડાસાંગાણી, વડિયામાં ૧ ઈંચ વરસાદ

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરના ૨ થી ૪ દરમિયાન ઝાપટાથી ૨ ઈંચ જેટલો વરસાદ પડયો છે.

જેમા ગોંડલમાં બે કલાકમાં ધોધમાર ૨ ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી - પાણી થઈ ગયુ છે.

જ્યારે જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીનામાં દોઢ, માણાવદર અને વંથલીમાં ૧ ઈંચ, જ્યારે રાજકોટ જીલ્લાના ધોરાજી અને કોટડાસાંગાણી તથા અમરેલીના વડીયામાં એક ઈંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જૂનાગઢમાં પોણો ઈંચ, કેશોદ, માંગરોળ, જેતપુર, બાબરામાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે ખાંભા, સાવરકુંડલા, તાલાલા, જામકંડોરણા, ઉપલેટા, મેંદરડા, ભેંસાણમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

(4:45 pm IST)