Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગોંડલ-વિરપુર (જલારામ) વચ્ચે ધોધમાર વરસાદઃ વાહન વ્યવહારને અસર

ગોંડલ : તસ્વીરમાં ગોંડલમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ - જુનાગઢ હાઇવે ઉપર ગોંડલથી વિરપુર (જલારામ) વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ભારે વરસાદ પડતા રસ્તા ઉપર અન્ય વાહનો જોવામાં તકલીફ પડતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે.

ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા વિજળી ગુલ થઇ ગઇ છે.

(3:59 pm IST)