Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષનું સન્માન

જામનગરઃ મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘની સભા દેવરાજ દેપાળા પ્રાથમિક શાળા ખાતે મળી હતી. સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઢી વર્ષ સુધી કામગીરી બજાવેલ ચેરમેન વસંતભાઇ ગોરી તથા ઉપાધ્યક્ષ ચંદ્રવદનભાઇ ત્રિવેદીનું સન્માન પત્ર આપી તેઓની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ ટંકારિયા તેમજ આ કાર્યક્રમ નિતીનભાઇ માડમ, હર્ષાબા જાડેજા, અમરશીભાઇ વાલાણી તેમજ હેમંતભાઇ પાંભર તથા શાસનાધિકારી સી.એમ.મહેતા અને નિરિક્ષક રાજુભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સન્માન નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના પ્રમુખ ચંદ્રકાંતભાઇ ખાખરીયા તથા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગરનાં મહામંત્રી રામશીભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:14 pm IST)