Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમરેલીના કોદીયા ગામની સીમમાં દારૂ સાથે ધરપકડ : એક ફરાર

અમરેલી તા.ર૦ : પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત  રાય દ્વારા  જિલ્લામાં પ્રોહી- જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકિગ  હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ રોજ તા.૧૮-૯-ર૦૧૯ના રોજ એસઓજી ટીમ ખાંભા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન બાતમી  રાહે હકિકત મળેલ કે કોદીયા ગામની સીમમાં ખોડુભાઇ આપભાઇ ગીડા પોતાની વાડીએ ઇગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી ચોકકસ બાતમી મળતા કદીયા ગામની સીમમાંથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળી જગ્યાએથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧પ સાથે આરોપીને ઝડપી પાડેલ છે.

પોલીસે દીલુભાઇ લાખાભાઇ ચાંદુ ઉ.વ.ર૪ ધંધો ખેતી રહે. આદસંગ તા. સાવરકુંૅડલા જિ. અમરેલી  ધરપકડ કરી છે. જયારે ખોડુભાઇ આપભાઇ ગીડા રહે. કોદીયા ફરાર થયેલ છે.

ઇગ્લીશ દારૂની રીંગ પેક બોટલ નંગ ૧પ કિ. રૂ.૪પ૦૦ના મુદામાલ સાથે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ખાંભા પોસ્ટે ગુનો રજી. કરી મુદામાલ વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને ઇગ્લીશ દારૂ તથા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:13 pm IST)