Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ખંભાળીયાના ઘી નદીના પુલ ઉપર ખાડામાં વૃક્ષા-રોપણઃ એનએસયુઆઇ-કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ

ખંભાળીયા, તા. ર૦ : શહેર તથા હાઇવે પરના રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડેલા હોય તથા મોટા ખાડાઓને કારણે ખૂબજ પરેશાની થતી હોય દેવભૂમિ જિલ્લા એન.એસ.યુ.આઇ. તથા યુવક કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ વ્યકત કરીને તંત્રની આંખ ઉઘાડવા પ્રયત્ન થયો હતો.

દ્વારકા રોડ પર ઘી નદીના પુલ પર સમગ્ર પૂલના વિસ્તારમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા પડેલા હોય આ કાર્યકરોએ આ ખાડાઓમાં વૃક્ષોના રોપા વાવી વૃક્ષારોપણ જાહેર રોડ પર કરીને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો.

જો કે રોડ પર વૃક્ષો વાવતા આ કાર્યકરોની ફરીયાદ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યકરોને વિખેરયા હતાં.

આ અનોખા વિરોધ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઇ.ના જિલ્લા પ્રમુખ દાનાભાઇ માડમ, શહેર યુવા પ્રમુખ સંજયભાઇ આંબલીયા, સાવનભાઇ કરમુર, યુનુસભાઇ ચાકી, હિતેશભાઇ માડમ, કૌશિકભાઇ નકુમ વિ. જોડાયા હતાં.

(1:11 pm IST)