Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ખંભાલીયામાં ઘી ડેમ ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી

ખંભાળીયા તા. ર૦ :.. ખંભાળીયા નગરપાલીકા વિસ્તારને પાણી પુરૂ પાડતા ઘી ડેમ વોટર વર્કસ ખાતે ખંભાળીયા નગરપાલિકા દ્વારા નમામી દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.

આ પ્રસંગે લોકોમાં પ્લાસ્ટિકના વપરાશ અંગે  નગર ગેઇટથી જોધપુર ગેઇટ સુધી જાગૃતીકરણનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ ત્યારબાદ ઘી ડેમ ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવ અંગે એકત્રીકરણ તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી શ્વેતાબેન અમિતભાઇ શુકલ તથા મહાનુભાવો દ્વારા મૈયા નર્મદાની આરતી અને શ્રીફળ દ્વારા જળ વંદના કરવામાં આવેલ. તેમજ મહાનુભાવો દ્વારા ઘી ડેમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ અને નગરપાલિકાના પ્રમુખશ્રી શ્વેતાબેન શુકલ, ચીફ ઓફીસર એ. કે. ગઢવી તથા વોટર વર્કસ એન્જીનીયર શ્રી મુકેશ એલ. જાની દ્વારા પ્રવચન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન અમિતભાઇ શુકલ, ઉપપ્રમુખ પી. એમ. ગઢવી, ચીફ ઓફીસર એ. કે. ગઢવી, નગરપાલિકા સદસ્યશ્રીઓ શ્રી હંસાબા જેઠવા, શૈલષભાઇ કણઝારીયા, કિરીટભાઇ ખેતીયા, જગુભાઇ ખેતીયા, જયશ્રીબેન ધોરીયા, કંચનબેન નડીયાપરા, સોનલબેન વાનરીયા, પ્રતિભાબેન નકુમ તથા માન. સાંસદ સભ્યશ્રીના પ્રતિનિધી માણેક કાકા તેમજ ભાજપ આગેવાન યોગેશભાઇ મોટાણી, નાથુભાઇ વાનરીયા, ભીખુભા જેઠવા, ભરતભાઇ નડીયાપરા, અમિતભાઇ શુકલ, ઇન્દ્રજીતસિંહ પરમાર, મયુરભાઇ ધોરીયા, તથા જીલ્લા પંચાયત સદસ્યશ્રી લીનાબેન કણઝારીયા, શકિતનગર ગ્રામ પંચાયતના સરપંચશ્રી પ્રકાશભાઇ તેમજ અન્ય ભાજપના આગેવાનો તેમજ નગરપાલિકા કર્મચારીઓ તથા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમજ અંદાજે ૪પ૦ નાગરીકો ઉપસ્થિત રહેલ હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શ્રી દિનેશભાઇ  જોશી દ્વારા કરવામાં આવેલ હતું. (પ-પ)

(11:59 am IST)