Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર માટે નારણભાઇ કાછડીયા દ્વારા ૧૦ અને પરેશભાઇ ધાનાણી દ્વારા ૫ લાખની ગ્રાન્ટ

અમરેલી તા.૨૦: સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટમાં લેડીઝ તથા જેન્ટર્સ જીમ્નાશીયમનાં લોકાર્પણ કાર્યક્રમમાં સંસ્થા દ્વારા વિકાસ કામ અંગેની રજુઆત કરતા અમરેલી જીલ્લાનાં ક્રિકેટરો માટે ગ્રાઉન્ડ તથા ટર્ફવિકેટ બનાવવા રૂ.૫ લાખ તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.૫ લાખની ગ્રાન્ટની ફાળવણી સાંસદ નારણભાઇ કાછડીયાએ કરેલ છે. જેથી શહેરનાં ૫૦૦થી વધારે લોકો આ અખાડામાં મોર્નિગવોક તેમજ જીમમાં ૨૦૦ થી વધારે લોકો આવતા હોય જેથી તમામ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. તેમજ અમરેલીનાં ધારાસભ્ય અને વિરોધપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પણ કમ્પાઉન્ડ વોલ પેટે રૂ.૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલ છે. જેથી શહેરનાં વિદ્યાર્થીઓએ પણ આભાર વ્યકત કરેલ છે.

આમ શહેરનાં બંને નેતાઓનો સમર્થ વ્યાયમ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી બેચરભાઇ પોકળ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ ખૂબખૂબ આભાર સાથે બંનેને અભિનંદન આપીએ છીએ તેમ યાદીમાં જણાવ્યું હતું.

(11:59 am IST)