Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કોડીનારના મિતિયાજમાં ૩૬ લાભાર્થીઓને હક્કના પ્લોટ ફાળવી દેવાતા ૧૮ દિવસથી ચાલતા આંદોલનનો અંત

 કોડીનાર, તા. ર૦: તાલુકાના મિતિયાજ ગામના ૩૬ મફત પ્લોટ ધારકોને ર૦૧૦માં ગરીબ કલ્યાણ મેળામાં સનદો આપી દેવામાં આવી હતી, પરંતુ જગ્યાની ફાળવણી કરવામાં આવી નહતી જેથી છેલ્લા નવ વર્ષથી લાભાર્થીઓની વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્રએ પ્લોટ ધારકોને પ્લોટ ફાળવવા તસ્કદી લીધી નહતી.

જેથી છેલ્લા ૧૮ દિવસથી આ તમામ પ્લોટ ધારકો કોડીનાર મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેઠેલા હતાં જેમાં છેલ્લા આઠ દિવસથી પાંચ લોકોએ અનસન ચાલુ કર્યા હતાં અને આ તમામની તબીયત લથડતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

બીજી પાંચ લોકો આમરણાંત ઉપવાસ ઉપર જોડાયા હતાં એ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી પરમાર, મામલતદાર, ધારાસભ્ય મોહનભાઇ વાળા તેમજ મિતિયાજ ગ્રામ પંચાયતના સરપંચના અથાક પ્રયત્નોથી આ તમામ લાભાર્થીઓને પ્લોટની જગ્યા ફાળવી અપાતા તેમજ ઉપવાસીઓને ધારાસભ્ય તથા અધિકારીઓએ પારણા કરાવતા કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના મફત પ્લોટ ધારકોની વર્ષો જુની માંગણીનો અંત આવ્યો છે.

(11:56 am IST)