Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

માંગરોળનાં ઓસા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૯ શખ્સોની ધરપકડ

જુનાગઢ,તા.૧૯: માંગરોળ તાલુકામાં ઓસા ગામે રહેતા નિલેશ હરદાસભાઇ માલમ તેમાં રહેણાંક મકાનાનં જુગાર રમાતો હોવાથી બાતમી મળતા શીલળા પીએસઆઇ પી.એસ.ઝાલાએ દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે નિલેશ માલમ ઉપરાંત હીરાલાલ કચ્છી, કિંદર ખેડીયા, લાગજી ગોવિદ ભુવા, હાજી હષીદભાઇ અજકીયા રઘા ઉર્ફે રાઘવ ભલાભાઇ ગજેરા, સુરેશ લાખાભાઇ ઝાલા , ભીખન પિતામ્બરભાઇ કિદરખેડીયા, ભુપત સામત આજકીયા અને મેરામન સામથ અજકીયા સહિત જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે જુગારઓ પાસેથી રૂ. ૨૮૨૭૦ની રોકડ અને ૭ મોબાઇલ સહિત રૂ. ૩૨,૭૩૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(11:55 am IST)