Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પ્રભાસ પાટણ મેઇન બજારમાં ગંદકી

પ્રભાસ પાટણઃ મુખ્ય બજારમાં મેન દરવાજો આવેલ છે. આ દરવાજો પ્રાચીન અને ઐતિહાસિક છે જેનો પુરાતન ખાતામાં પણ ઉલ્લેખ છે. આ દરવાજાની પાછળનાં ભાગમાં જુની દરગાહો અને ધાર્મિક સ્થળો આવેલ છે અને  આ પ્રાચીન ધરોહરની આજુબાજુ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. આ ધાર્મિક અને ઐતિહાસીક સ્થળોએ લોકોને જવામાં પણ મુશ્કેલી પડે છે. કચરા અને ગંદકીમાંથી જે દુર્ગંધ આવે તે માથુ ફાડી નાખે તેવી છે. આ પરિસ્થિતી ઘણા સમયથી છે છતાં નગરપાલીકાનાં સતાધિશો અને જવાબદાર વ્યકિતઓ આ ગંદકી અને કચરો સાફ કરવામાં સમજતા નથી. પ્રભાસ પાટણની મુશ્કેલીઓ અંગે નગરપાલીકાને કાઇ પડી જ નથી. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:55 am IST)